• A
  • A
  • A
ગુજરાત મહારાષ્ટ્રના સમુદ્ર તટ પર આ રીતે ઉજવાય છે મહાશિવરાત્રી

વલસાડ: મહાશિવરાત્રીના પવન પર્વ પર સમગ્ર દેશમાં ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરવાનો મહિમા છે. ભોળાનાથના ભક્તો દિવસે દૂધ અને બીલીપત્રનો જળાભિષેક કરી ભોળાનાથની પૂજા કરી પુણ્યનું ભાથું બાંધે છે.


ઉમરગામ નજીકના મહારાષ્ટ્રને અડીને આવેલા ઝાઈ ગામ ખાતે સ્થાનિક લોકો સમુદ્ર તટ પર ભગવાન શિવના માટીના શિવલિંગની સ્થાપના કરી પૂજા અર્ચના કરી અનોખી રીતે મહાશિવરાત્રીના પર્વની ઉજવણી કરે છે.


શ્રુષ્ટિના સર્જનહાર એવા દેવોના દેવ મહાદેવનો મંગળવારે પ્રાગટ્ય દિન છે સમગ્ર ભારતમાં મહાશિવરાત્રી તરીકે ઉત્સાહ ભેર ઉજ્વણી કરવામાં આવે છે. ભોળાનાથના ભક્તો આ દિવસે શિવમંદિરમાં જઈ શિવલિંગ ઉપર પંચામૃતથી જળાભિષેક કરે છે બીલીપત્ર, કેતકી, ગલગોટો સહીતના ફૂલોથી શિવની પૂજા કરે છે. મહાશિવરાત્રીના પાવન પર્વે મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ભજન-ભોજન અને ભક્તિ સંધ્યાના ખાસ આયોજન કરવામાં આવે છે. ત્યારે ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડરને નજીક ઉમરગામને અડીને આવેલા ઝાંઇ ગામે મહાશિવરાત્રીની કંઇક અનોખી રીતે જ ઉજવણી કરવામાં આવે છે.


આ ગામ ખાતે સમુદ્ર તટ પર ગામના લોકો વર્ષોથી માટીમાંથી કલાત્મક શિવલીંગ અને ગણેજીની પ્રતિમા તૈયાર કરી તેની પૂજા અર્ચના કરે છે અને વર્ષોથી થતી આ રીતે મહાશિવરાત્રીની પુજામાં ગામના લોકો તેમજ આસપાસના અન્ય ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે.

આ પ્રકારના માટીમાંથી બનાવાતા શિવલીંગની પરંપરા વિશે ગામના લોકોનું કહેવું છે કે વર્ષોથી આ પરંપરા કાયમ છે. અને તમામ ભોળાના ભક્તો ભક્તિભાવથી તેમની પૂજા કરે છે અને ભોળાનાથ તમામ ભક્તોના દૂખ દૂર કરતા હોવાની માન્યતા છે.




CLOSE COMMENT

ADD COMMENT

To read stories offline: Download Eenaduindia app.

SECTIONS:

  होम

  राज्य

  देश

  दुनिया

  कारोबार

  क्राइम

  खेल

  मनोरंजन

  इंद्रधनुष

  सहेली

  गैलरी

  टूरिज़्म

  MAJOR CITIES