• A
  • A
  • A
ગીર જંગલોની મધ્યે બિરાજે છે પાતાળેશ્વર મહાદેવ

ગીર જંગલોની મધ્યમાં બિરાજતા પાતાળેશ્વર મહાદેવ ભગવાન ભોળાનાથ અહીં સ્વયંભૂ પાતાળમાંથી પ્રગટ થઇ પાંડવોને દર્શન આપ્યા હતા. 5000 વર્ષ જુનું આ મંદિર આજે પણ ભક્તોમાં અનેરી આસ્થાનું કેન્દ્ર છે.


ગીરની ગીચ વનરાજીની વચ્ચે બિરાજી રહ્યા છે 5000 વર્ષ પૌરાણિક પાતાળેશ્વર મહાદેવ. પ્રચીન માન્યતા પ્રમાણે પાતાળેશ્વર મહાદેવ પાંડવોને દર્શન આપવા માટે ખુદ પાતાળમાંથી પ્રગટ થયા હતા. ત્યારથી ગીરના જંગલોમાં બિરાજતા મહાદેવ પાતાળેશ્વર મહાદેવ તરીકે સમગ્ર પ્રદેશમાં ઓળખવામાં આવે છે. એક પ્રચીન માન્યતા પ્રમાણે જ્યારે પાડવો તેમના વનવાસ દરમિયાન સમગ્ર ભારત વર્ષમાં વિહાર કરતા હતા ત્યારે 5000 વર્ષ પહેલા અહીં આવ્યા હોવાની માન્યતા આજે પણ શિવભક્તોમાં જોવા મળે છે.


પાડવો તેમના વનવાસ દરમિયાન સમગ્ર ભારત વર્ષમાં વિહાર કરતા હતા તે દરમિયાન કેટલાક સમય માટે ગીરના જંગલોમાં પણ રોકાણ કર્યું હોવાના દાર્શનિક પુરાવાઓ આજે પણ આપણી ધાર્મિક પરંપરામાં જોવા મળી રહ્યા છે. ગીરની મધ્યમાં આવેલા બાબરિયાના જંગલોમાં પણ પાંડવોએ તેમના વનવાસ કાળ દરમિયાન રોકાણ કર્યું હતું. તે સમયમાં આ પાતાળેશ્વર મહાદેવની સ્થપના થઇ હોવાનું માનવામાં આવે છે. 5000 હજાર વર્ષ પૂર્વે જ્યારે પાંડવો જ્યાં રાતવાસો કરતા ત્યાં પ્રથમ શિવની પૂજા અને અભિષેક કર્યા વિના પ્રસાદ ગ્રહણ ન કરતા. જેના કારણે પાંડવોએ અહીં શિવ મંદિરની તલાશમાં જંગલ વિસ્તારમાં ખુબ ભ્રમણ કર્યુ, જંગલોમાં કોઈ શિવ મંદિર ન મળતા તેઓ અહીં ભગવાન શિવની સ્તુતિ કરવા લાગ્યા. પાંડવોની સ્તુતિથી પ્રસન્ન થઈને ભગવાન ભોળાનાથ પાતાળમાંથી પ્રગટ થઈને પાંડવોને દર્શન આપતા પાંડવો અતિ પ્રસન્ન થયા હતા અને અહીં જ પાતાળેશ્વર મહાદેવની સ્થાપના કરીને શિવ પૂજા અને અભિષેક કર્યા બાદ પ્રસાદ આરોગ્યો હતો.

આ મંદિર મહાશિવરાત્રીના એક અઠવાડિયા માટે ખુલ્લું રહેતા શિવ ભક્તો પણ પાતાળેશ્વર મહાદેવના દર્શન ખુલે તેની રાહ આખું વર્ષ જોતા હોય છે.



CLOSE COMMENT

ADD COMMENT

To read stories offline: Download Eenaduindia app.

SECTIONS:

  होम

  राज्य

  देश

  दुनिया

  कारोबार

  क्राइम

  खेल

  मनोरंजन

  इंद्रधनुष

  सहेली

  गैलरी

  टूरिज़्म

  MAJOR CITIES