• A
  • A
  • A
કવાંટ તાલુકાના હાફેશ્વર ખાતે 'શિવરાત્રી મેળો' ભરાયો

છોટાઉદેપુર: છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં નર્મદાનું ગુજરાતમાં જે સ્થાને આગમન થાય છે ત્યા સ્થિત હાફેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ સ્થળનું એક આગવું મહત્વ કલહંસ ઋષિ છે.

સ્પોટ ફોટો


આ મંદિર અંગેની લોક-વાયકા એવી છે કે, કલહંસ ઋષિ શંકર ભગવાનની તપસ્યા કરતાં હતાં. તેમની પરીક્ષા લેવા માટે ઇન્દ્ર ભગવાન આવ્યાં અને ઋષિને કહ્યું, "બોલો તમારે શુ જોઈએ છે?" ત્યારે ઋષિએ ચરણોમા વંદન કરી કહ્યુ કે, "મારે તો શંકર ભગવાનના દર્શન કરવા છે." ઇન્દ્રના આશિર્વાદથી ઋષિને શંકર ભગવાનના દર્શન કરાવ્યા. તેથી આ સ્થળનું નામ કલહંસેશ્વર રાખવામાં આવ્યું. આ સ્થળે જે માનવી પૂજા, દાન, હોમ વગેરે કરે તેને સ્વર્ગ લોકમાં વાસ થાય એવું વચન ભગવાન શંકરેઋષિ ને આપ્યું.


અહિં આવવા માટે ઊંચા ડુંગરો અને ખીણ માંથી પગપાળા ચાલતા થકી જતા લોકોને હાફ ચડી જાય છે. તેથી કાળક્રમે આ સ્થળનું નામ હાફેશ્વર થવા પામ્યું છે. આ યાત્રાધામ પર આવતા લોકો નર્મદામાં સ્નાન કરી, શિવજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.

મંગળવારે મહાશિવરાત્રી નિમિતે દિવસ દરમિયાન અહીં હોમ હવન કરવામા આવ્યાં હતા. દિવસ દરમિયાન શિવજીના દર્શન માટે લાંબી કતાર જોવા મળી હતી.

જોકે નર્મદા નદી ઉપર બંધ બાંધવામાં આવતાં હાફેસ્વરનું પુરાણું મંદીર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. જે હાલમા નર્મદામાં પાણી ઓછું થતા મંદીરનો ઘુંમટ પાણીની બહાર આવતા યાત્રાળુઓ બોટમાં બેસી જુના શિવાજીના મંદીરે દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ભગવાન શંકરની અનેરી મહિમાં ધરાવતા આ સ્થળ પર દર વર્ષે મહાશિવરાત્રીએ મેળો ભરાય છે.

CLOSE COMMENT

ADD COMMENT

To read stories offline: Download Eenaduindia app.

SECTIONS:

  होम

  राज्य

  देश

  दुनिया

  क्राइम

  खेल

  मनोरंजन

  इंद्रधनुष

  सहेली

  गैलरी

  टूरिज़्म

  MAJOR CITIES