• A
  • A
  • A
નશાની હાલતમાં ટેંકર ચલાવનારે લિધો 7નો ભોગ

પાલનપુર: પાલનપુરમાં મોડી રાત્રે કાળમુખી ટેન્કર એ સાતના જીવ લીધાં હતાં. આ અકસ્માત સર્જનાર ટેન્કર ચાલક નશાયુક્ત હાલતમાં હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.


પાલનપુર RTO સર્કલ પાસે સોમવારની રાતે ગોજારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત સર્જનાર ટેન્કર ચાલક રાજસ્થાન તરફથી આવી રહ્યું હતું અને RTO સર્કલ પર ટેન્કર ચાલકે સર્કલ પરથી સામે આવેલ હોટલના પાર્કિંગમાં ઘુસી ગયું અને હોટલના પાર્કિંગ આગળ ઉભેલી ગાડીઓ અને ઉભેલા લોકો પર ટેન્કર ફરી વળ્યું.


જોતજોતામાં મોતની ચિચિયારીઓ સાંભળવા મળી આજુબાજુના લોકો અને હોટલમાં આવેલા લોકોએ ટેન્કર ચાલકને ઝડપી મેથી પાક ચખાડી પોલીસને હવાલે કર્યો જ્યારે અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે મોત થયા અને નવ ઇજાગ્રસ્ત થયા જેમાં સારવાર માટે તમામને સિવિલ હોસ્પિટલ બાદ અન્ય હોસ્પિટલમાં ખસેડાયા જેમાં સારવાર દરમ્યાન વધુ એકનું મોત થયું.

પોલીસે કહ્યું કે, તપાસમાં જાણવા મળ્યું છે કે, ટેન્કરના ચાલક નશાયુક્ત હાલત જેમાં દારૂ સહિત અન્ય કેફી પદાર્થનો નશો કર્યો હોવાનું બહાર આવ્યું જેથી પોલીસે તેના પર ગંભીર પ્રકારના ગુન્હા દાખલ કર્યાં છે. વધુમાં જણાવતાં કહ્યું કે ટેન્કર ચાલક વધુ તપાસ કરવામાં આવી રહી છે.

અકસ્માત CCTV કેમેરામાં પણ કેદ થયો છે અને જેમાં આ કાળમુખી ટેન્કર બેકાબુ બનેલું આવી રહ્યું હોવાનું જણાઈ આવે છે.


CLOSE COMMENT

ADD COMMENT

To read stories offline: Download Eenaduindia app.

SECTIONS:

  होम

  राज्य

  देश

  दुनिया

  कारोबार

  क्राइम

  खेल

  मनोरंजन

  इंद्रधनुष

  सहेली

  गैलरी

  टूरिज़्म

  MAJOR CITIES