• A
  • A
  • A
જખૌ નજીકથી 7 માછીમારો સાથે એક પાકિસ્તાની બોટ ઝડપાઇ

ભુજ: ભારતીય તટરક્ષક દળે કચ્છના જખૌ નજીકથી સાત પાકિસ્તાની માછીમારોને ઝડપી પાડ્યાં છે. આ માછીમારો તેની બોટ સાથે ભારતીય જળસીમામાં હતા ત્યારે કોસ્ટગાર્ડની ટીમે તેમને ઝડપી પાડ્યાં હતા.

ફાઇલ ફોટો


કચ્છ વિસ્તાર પાસે આવેલ દરિયા કિનારો પાકિસ્તાનથી ઘણો નજીક છે. અવાર-નવાર પાકિસ્તાન દ્વારા ગુજરાતના પોરબંદર અને જખૌ બંદરના અનેક માછીમારોને પાકિસ્તાન દ્વારા પકડી જવાની ઘટના બનતી હોય છે. ત્યારે મંગળવારે પાકિસ્તાનના સાત માછીમારો જખૌથી માત્ર 16 નોટિકલ માઇલ દુર ભારતીય દરિયાઇ સીમામાં પોતાની બોટમાં હતાં તે સમયે કોસ્ટગાર્ડની ટીમે તેમને ઝડપી પાડ્યાં હતાં.


આ ઘટનાની માહિતી આપતા સંરક્ષણ દળના પ્રવક્તાના જણાવ્યાં અનુસાર ઝડપાયેલી બોટનું નામ અલ-હિલાલ છે. કોસ્ટગાર્ડની પેટ્રોલીંગ બોટ મીરાબેને મંગળવારે સવારે આ બોટને જખૌથી 16 નોટિકલ માઈલ દુર ભારતીય જળસીમાએથી ઝડપી પાડી હતી. બોટ તથા તેમાં રહેલા સાત માછીમારોને સમુદ્રકાંઠે લેવામાં આવી રહ્યાં છે. જ્યાં તેમની સઘન જડતી અને પૂછપરછ કરવામાં આવી રહી છે.

CLOSE COMMENT

ADD COMMENT

To read stories offline: Download Eenaduindia app.

SECTIONS:

  होम

  राज्य

  देश

  दुनिया

  कारोबार

  क्राइम

  खेल

  मनोरंजन

  इंद्रधनुष

  सहेली

  गैलरी

  टूरिज़्म

  MAJOR CITIES