• A
  • A
  • A
ગોલમાલ પર બ્રેક, હવે અરવલ્લીના ખેડૂતો નહીં બને છેતરપિંડીનો ભોગ!

અરવલ્લી: અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસામાં આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં જિલ્લાના ખેડૂતોને હરાજીમાં પુરેપુરા ભાવ મળે તેવી તાકીદ કરી છે.


મોડાસામાં આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ખેડૂતોની મહેનત પાણીમાં ન જાય તે માટે સજાગ થયું છે. મહામહેનતે અને મોંઘાદાટ બિયારણો તેમજ જંતુનાશક દવાઓનો જંગી ખર્ચ કરી અને કાળી મજૂરી કરી પકવેલા પાકના પોષણક્ષમ ભાવ મળે તે હેતુથી હરાજીમાં પુરા ભાવ મળે તેવી તાકીદ થઇ છે. બીજીબાજુ ખેડૂતોના પાકની હરાજીમાં મળેલા ભાવમાં પણ કેટલાક વેપારીઓ ગોલમાલ કરી ખેડૂતોને છેતરતા હોવાનો અહેવાલ પ્રસિદ્ધ થતા મોડાસા માર્કેટયાર્ડના સત્તાધીશો સફાળા જાગ્યા છે અને માર્કેટયાર્ડમાં સરક્યુલર બહાર પાડી ખેડૂતોને હરાજીમાં પડેલ ભાવ પુરેપુરા આપવા તાકીદ કરી હતી. જો વેપારીઓ દ્વારા ખેડૂતો સાથે છેતરપિંડી કરવાનું ધ્યાને આવશે તો તાત્કાલિક અસરથી લાયસન્સ રદ કરવામાં આવશે તેવી સુચના લેખિતમાં વેપારીઓને અપાઇ છે.


મોડાસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ મોડાસા માર્કેટયાર્ડમાં નિયંત્રિત ચીજોના વેપાર કરતી પેઢીઓને લેખિત સરક્યુલર બહાર પાડી જણાવ્યું હતું કે હરાજીના લીધેલા માલમાં કોઈપણ જાતની કપાત કે ભાવ ફેર કરવો તે લાયસન્સની શરતોનો સરેઆમ ભંગ સમાન છે. કેટલાક વેપારીઓ ચેક પેમેન્ટ/કેશ પેમેન્ટ આપવાના નામે હરાજીમાં પડેલા ભાવથી અમુક રૂપિયા કાપી લેતા હોવાનું ધ્યાને આવતા માર્કેટયાર્ડની શાખને હાની પહોંચતા, આ પ્રકારની ગેરરીતિ સામે લાલ આંખ કરી છે તેમજ તાકીદ કરી છે કે આવી કોઇ ગેરરીતિ થઇ હોવાની ફરિયાદ મળશે તો માર્કેટયાર્ડના ઈન્સ્પેક્ટર દ્વારા “ઓન ઘ સ્પોટ” લાયસન્સ રદ કરવામાં આવશે.

જો કે આ કવાયતથી માર્કેટયાર્ડના વેપારી આલમ દ્વારા ચલાવાતી છેતરપિંડી પર અંકુશ આવશે કે નહિ તે અંગે ખેડૂતોમાં આશંકા જોવા મળે છે. પરંતુ મિડીયામાં અહેવાલને પગલે સત્તાધીશોએ કડક પગલાં લેતા ખેડૂતોમાં આનંદ છવાયો છે.

CLOSE COMMENT

ADD COMMENT

To read stories offline: Download Eenaduindia app.

SECTIONS:

  होम

  राज्य

  देश

  दुनिया

  क्राइम

  खेल

  मनोरंजन

  इंद्रधनुष

  सहेली

  गैलरी

  टूरिज़्म

  MAJOR CITIES