• A
  • A
  • A
મોડાસામાં ગણેશપુરના નટ પરિવારના 50 મકાન તોડી પડાયા

અરવલ્લી: મોડાસાના ગણેશપુરા વિસ્તારની સરકારી જમીનમાં છેલ્લા 40થી 50 વર્ષથી કાચા ઝુંપડા બનાવીને રહેતા નટ જાતીના 21 જેટલા પરિવારોના ઝુંપડા ભુમાફિયા અને સ્થાનિક લોકોએ જે.સી.બી દ્વારા તોડી પાડી નુકશાન કરવામાં આવ્યું હતું.


સરકારી પડતર જમીનમાં વર્ષોથી વસવાટ કરતા લોકોને સ્થાનિક લોકો દ્વારા ખાલી કરાવવાનો પેતરો ચાલતો હોવાથી હાલમાં જ તે જમીનનો કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે. આ મામલો સબજ્યુડીસ હોવા છતાં કાયદો હાથમાં લઇ, ગરીબ પરિવારોને જમીન ખાલી કરાવી બેઘર કરી દીધા હતા.


આટલું ઓછું હોય તેમ મંગળવારના રોજ નટ પરિવારની બે મહિલા પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત મહિલાને 108ની મદદથી સારવાર અર્થે સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે ન્યાયની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

CLOSE COMMENT

ADD COMMENT

To read stories offline: Download Eenaduindia app.

SECTIONS:

  होम

  राज्य

  देश

  दुनिया

  क्राइम

  खेल

  मनोरंजन

  इंद्रधनुष

  सहेली

  गैलरी

  टूरिज़्म

  اردو خبریں

  ଓଡିଆ ନ୍ୟୁଜ

  ગુજરાતી ન્યૂઝ

  MAJOR CITIES