• A
  • A
  • A
રાજકોટમાં 3 વર્ષની બાળકીની હત્યાનો આરોપી ઝડપાયો

રાજકોટ: શહેરમાં 3 વર્ષની બાળકીની હત્યા કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. આ આરોપી થોડા દિવસ પહેલા થયેલી વૃદ્ધાની હત્યામાં પણ સંડોવાયો હોવાનું જાણવા મળ્યું છે. જેથી આરોપીને આકરી સજા કરવામાં આવે તેવી લોક માગ ઉઠવા પામી છે.

ફોટો સ્પોટ


ગુરુવારે રાજકોટમાં રહેતા પરપ્રાંતીય મજુરની 3 વર્ષની પુત્રીનું અપહરણ થયું હતું. જેનો મૃતદેહ સોમવારે રાજકોટમાંથી મળી આવ્યો હતો. બાળકીની હત્યા કરતા પહેલા આરોપીએ બાળકી પર દુષ્કર્મ આચર્યાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.


બાળકીની હત્યા કરનારો આરોપી પહેલેથી જ પોલીસ સકંજામાં હોવાનું બહાર આવ્યું છે. થોડા દિવસ પહેલા રાજકોટમાં એક 75 વર્ષની વૃદ્ધાની લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી હતી. જેના આરોપમાં તે વ્યક્તિને પોલીસે ધરપકડ કરી હતી.

પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે, વૃદ્ધાની હત્યાર કરનાર વ્યક્તિ જ 3 વર્ષની બાળકીનો હત્યાનો આરોપી છે. પોલીસ પણ આ ઘટનાથી ચોકી ગઈ હતી. હવે જ્યારે આરોપી પોલીસ સકંજામાં છે ત્યારે આવા અસામાજીક તત્વોને આકરી સજા કરવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે.

CLOSE COMMENT

ADD COMMENT

To read stories offline: Download Eenaduindia app.

SECTIONS:

  होम

  राज्य

  देश

  दुनिया

  क्राइम

  खेल

  मनोरंजन

  इंद्रधनुष

  सहेली

  गैलरी

  टूरिज़्म

  اردو خبریں

  ଓଡିଆ ନ୍ୟୁଜ

  ગુજરાતી ન્યૂઝ

  MAJOR CITIES