• A
  • A
  • A
નિર્મલા સીતારામનની ચેતવણીનો પાકિસ્તાન તરફથી વળતો હુમલો

ઈસ્લામાબાદ: સોમવારે ભારતીય સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામને પાકિસ્તાનને આપેલી ચેતવણીનો જવાબ પાકિસ્તાનના સમકક્ષે મંગળવારે ગુસ્સાથી આપ્યો હતો. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખુર્રમ દસ્તગીરે કહ્યું કે, ઇસ્લામાબાદ પણ નવી દિલ્હી સામે બદલો લેવા તૈયાર છે.

ફાઈલ ફોટો


તેમણે પાકિસ્તાન ધરતીની પ્રત્યેક ઇંચની રક્ષા કરવાની પ્રતિજ્ઞા લેતા કહ્યું કે, ભારતના કોઈ પણ જાતનો હુમલાનો જવાબ આપવા માટે તૈયાર છીએ.


વધુમાં દસ્તગીરે જણાવ્યું કે, ભારત 11 વર્ષ પહેલા સમઝોતા એક્સપ્રેસમાં 42 પાકિસ્તાનીઓની હત્યાનો ન્યાય આપવામાં અસફળ રહ્યો છે.

સીતારામને સોમવારે પાકિસ્તાનમાં સ્થિત જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ દ્વારા જમ્મુમાં આવેલ સુંજવા મિલીટરી કેમ્પ પર થયેલા હુમલાને લઇ પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યાં હતાં.

મહત્વનું છે કે, આ હુમલામાં છ સૈનિક સહિત સાત લોકોના મોત થયા હતા.


CLOSE COMMENT

ADD COMMENT

To read stories offline: Download Eenaduindia app.

SECTIONS:

  होम

  राज्य

  देश

  दुनिया

  क्राइम

  खेल

  मनोरंजन

  इंद्रधनुष

  सहेली

  गैलरी

  टूरिज़्म

  MAJOR CITIES