• A
  • A
  • A
માળનાથ મહાદેવ મંદિરે મહા શિવરાત્રી પર્વની ઉજવણી

ભાવનગર: જિલ્લાભરના શિવાલયોમાં મંગળવારના રોજ શિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મંગળવારની વહેલી સવારથી જ શિવાલયો હર-હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યાં હતાં અને શિવભકતોએ મહાદેવનું પૂજન તેમજ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.


ભાવનગરથી 25 કિમી દુર પર્વતો અને સોળે કળાએ ખીલેલા પ્રાકૃતિક સૌદર્ય અને લીલીછમ વનરાજી વચ્ચે કુદરતી આહલાદક સૌદર્ય અને પક્ષીઓના કૈકારવ વચ્ચે તન અને મન ની શાંતિનો અહેસાસ કરાવતું પ્રાચીન સ્વયંભુ પ્રાગટ્ય થયેલા માળનાથ મહાદેવનું મંદિર આવેલું છે. જ્યાં દર વર્ષની મારફત મહા શિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.


આ માળનાથ મંદિરની સ્થાપના આજથી 650 વર્ષ પૂર્વે ઈ.સ.1354 માં એક વણિક પરિવાર દ્વારા સ્થાપના કરવામાં આવી હતી.

આ માળનાથના દર્શન કરવાથી શિવભકતો કેદારનાથમાં હોય તેવી અનુભૂતિ અને ધન્યતા અનુભવે છે.

કુદરતી સોંદર્યથી ભરપુર અને ચારે તરફ લીલોતરી ભર્યા ડુંગરની વચ્ચે આવેલુ આ માળનાથ મહાદેવ ખુબ જ નયનરમ્ય અને પવિત્ર ધાર્મિક સ્થળ છે. શિવરાત્રી પર્વે અહીં દીપમાળા,લઘુરુદ્ર, મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજન માળનાથ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં 15000થી વધુ શિવભકતો એ લાભ લીધો હતો.

શિવરાત્રી પર્વે 108 દીવાની દીપમાળા સાથે માળનાથ મહાદેવની આરતી કરવામાં આવે છે. આ દીપમાળ આરતીના દર્શન કરવાથી માનવીના સર્વ મનોરથ પૂર્ણ થાય છે તેવી ધાર્મિકતા છે. મહાશિવરાત્રીના દિવસે અને તહેવારોના દિવસે આ દીપમાળની આરતી કરવામાં આવે છે અને દીપમાળનો લાભ લેવા માટે ભાવનગર જિલ્લા ઉપરાંત દુર-દુરથી ભાવી ભક્તો દર્શન કરવા માટે આવે છે.


CLOSE COMMENT

ADD COMMENT

To read stories offline: Download Eenaduindia app.

SECTIONS:

  होम

  राज्य

  देश

  दुनिया

  क्राइम

  खेल

  मनोरंजन

  इंद्रधनुष

  सहेली

  गैलरी

  टूरिज़्म

  MAJOR CITIES