• A
  • A
  • A
YSRCનાં સંસદો માંગણી મંજૂર ન થવા પર આપશે રાજીનામું

અમરાવતી: મંગળવારે વાય.એસ. જગનમોહન રેડ્ડીએ જણાવ્યું કે જો કેંદ્ર સરકાર આંધ્ર પ્રદેશને સ્પેશિયલ કેટેગરી સ્ટેટસ(એસ.સી.એસ.) આપવાની માંગને મંજૂર નહીં આપે તો YSR કોંગ્રેસના સંસદ સભ્યો એપ્રિલ 6ના રાજીનીમું આપશે.

ફાઇલ ફોટો


નેલોર જીલ્લાના કાલીકીરીમાં વિશાળ રેલીને સંબોધતા જગને કહ્યું કે, "બજેટ સેશનની ફરીથી શરુઆત માર્ચ 5થી થશે અને એપ્રિલ 6 સુધી યાલશે. આ સમય દરમિયાન અમારા સંસદ સભ્યો તેમની લડાઇ ચાલુ રાખશે અને કેંદ્ર સરકાર પર દબાણ બનાવશે અને જો કેંદ્ર તરફથી યોગ્ય પ્રતિસાદ નહીં મળે તો YSRCનાં સંસદ સભ્યો તેમનું રાજીનામુ રજૂ કરશે."


લોકસભામાં YSRCનાં આઠ સભ્ય છે અને રાજયસભામાં એક. પરંતુ તેમના બે લોકસભા સભ્ય TDP સાથે જોડાઇ ગયા હતા અને અન્ય નિષ્પક્ષ રહ્યાં હતા. UPA સરકાર દ્વારા 20 ફેબ્રુઆરી 2014ના આંધ્ર પ્રદેશ રીઓર્ગનાઈઝેશન એક્ટ અંતર્ગત 'સ્પેશિયલ કેટેગરી સ્ટેટસ' આપવું મુખ્ય વચનોમાંથી એક હતુ.

રેડ્ડીએ દાવો કર્યો કે મુખ્યપ્રધાન ચંદ્રબાબુ નાયડુએ 'સ્પેશિયલ ઇકોનોમિક પેકેજ'ને સુરક્ષિત રાખવાના નામે એસ.સી.એસ. કેંદ્ર સરકારને વેચી નાખ્યું છે.

3 માર્ચના રોજ જગન તેમના સંસદ સભ્યો સાથે મુલાકાત કરશે અને દિલ્હી તરફ પોતાનો પ્રવાસ શરુ કરશે.

CLOSE COMMENT

ADD COMMENT

To read stories offline: Download Eenaduindia app.

SECTIONS:

  होम

  राज्य

  देश

  दुनिया

  क्राइम

  खेल

  मनोरंजन

  इंद्रधनुष

  सहेली

  गैलरी

  टूरिज़्म

  MAJOR CITIES