• A
  • A
  • A
કોર્ટ રૂમમાં સીસીટીવીનો હેતું સુરક્ષા પૂરી પાડવાનો: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સર્વોચ્ચ અદાલતે મંગળવારે નોંધ્યું હતું કે કોર્ટરૂમમાં સીસીટીવી સ્થાપિત કરવાનો ઉદ્દેશ સુરક્ષાને સુનિશ્ચિત કરવાનું છે નહીં કે કોર્ટની કાર્યવાહી નોંધવાનો.

ફાઈલ ફોટો


કોર્ટરૂમમાં સીસીટીવીની લગાવવાની માગણી કરતી અરજીની સુનાવણી દરમિયાન, સર્વોચ્ચ અદાલતે કોર્ટમાં સીસીટીવી સ્થાપિત કરવા માટે કેન્દ્રની પ્રક્રિયા પર સંતોષ વ્યક્ત કર્યો હતો.


સર્વોચ્ચ અદાલત હવે 5મી એપ્રિલે આ કેસની સુનાવણી કરશે. બે ન્યાયાધીશોની બેન્ચે એમ પણ પૂછ્યું છે કે, "સીસીટીવીને ક્વાસી જ્યુડીશિયલ અને રાજ્યના ટ્રિબ્યુનલ્સમાં પણ સ્થાપિત કરી શકાય છે કે કેમ?"

ગયા વર્ષે નવેમ્બરમાં, સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે કોર્ટરૂમમાં ગોપનીયતાની કોઈ જરૂર નથી કારણ કે ત્યાં કોઈ પણ ગોપનીય કાર્ય કરવામાં આવતી નથી. સુપ્રીમ કોર્ટે આગળ જણાવ્યું હતું કે અદાલતોમાં સીસીટીવી કેમેરાની મોજુદગી વ્યાપક રૂપે જાહેર જનતાના હિતમાં હશે.

પ્રદ્યુમન બિશતે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી કે કોર્ટ રૂમમાં સીસીટીવી લગાવવાથી ન્યાયતંત્રમાં પારદર્શિતા લાવવામાં મદદ મળશે.


CLOSE COMMENT

ADD COMMENT

To read stories offline: Download Eenaduindia app.

SECTIONS:

  होम

  राज्य

  देश

  दुनिया

  क्राइम

  खेल

  मनोरंजन

  इंद्रधनुष

  सहेली

  गैलरी

  टूरिज़्म

  MAJOR CITIES