• A
  • A
  • A
ઉત્તરપ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા અંકુશમાં છેઃ યોગી

અગરતલાઃ મંગળવારે અગરતલામાં એક પ્રેસ કૅાન્ફ્રેન્સને સંબોધતા ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા વિશે કોઈ સંદેહ નથી અને તે અંકુશ હેઠળ છે.

ફાઈલ ફોટો


યોગી આદિત્યનાથે કહ્યું હતું કે," ઉત્તરપ્રદેશમાં કાયદા અને વ્યવસ્થા અંકુશમાં છે. મહિલાઓ સંબંધિત ગુનાઓમાં પણ ઘટાડો થયો છે. ભારતીય જનતા પાર્ટીના 10 મહીનાના શાસનમાં કોઈ પણ જાતનું કોમી અથડામણ કે કર્ફ્યુ નોંધાયો નથી."


હાલ ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન ત્રિપુરામાં ભાજપા માટે કેંપેઇન કરી રહ્યાં છે અને ગત 25 વર્ષથી સત્તા પર રહેલી લેફ્ટ ફ્રન્ટની સરકારને હરાવવા માટે પ્રચાર કરી રહ્યાં છે. તેઓએ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડીયાની ટીકા પણ કરી હતી. યોગીએ મંગળવારે એક ચૂંટણી રેલીને પણ સંબોધન આપ્યું હતું.

60 બેઠકવાળી ત્રિપુરા વિધાનસભા માટે 18 ફેબ્રુઆરીએ મતદાન થશે તેમજ 3જી માર્ચે પરિણામ જાહેર થશે. ભાજપ ત્યાં ઇન્ડીજીનિયસ પીપલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરા સાથે મળીને ચૂંટણી લડી રહી છે. ભાજપ 51 બેઠકો પર તો ગઠબંધનની પાર્ટી 9 બેઠકો પર પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારશે.

ઉલ્લેખનીય છે કે, 2013ની ચૂંટણીમાં સીપીઆઇ-એમ(CPI-M)ને ભારે બહુમતી મળી હતો અને તેમને 51 સીટો મળી હતી તેમજ બાકીની નૌ બેઠકો તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ પાર્ટીને મળી હતી.


CLOSE COMMENT

ADD COMMENT

To read stories offline: Download Eenaduindia app.

SECTIONS:

  होम

  राज्य

  देश

  दुनिया

  कारोबार

  क्राइम

  खेल

  मनोरंजन

  इंद्रधनुष

  सहेली

  गैलरी

  टूरिज़्म

  MAJOR CITIES